તમારો ડેટા, તમારા કંટ્રોલમાં

તમારું કામકાજ ઇન્ટરનેટના ભરોસે રાખવું કેટલુંક સલામત ગણાય? આવા અણીયાળા સવાલના જવાબમાં – આ લખનાર સહિત – મોટા ભાગના લોકોની દલીલ એવી હોય છે કે આપણે મહેનતની કમાણી બૅન્કમાં મુકીએ છીએ કે ઘરના કબાટમાં? પરંતુ મોટા ભાગે આવી દલીલ કરનારા – ફરી આ લખનાર સહિત(!) – એવું વિચારતા નથી કે બૅન્ક ડૂબે તો શું કરવું? પૂરેપૂરી, પાક્કેપાક્કી સલામતી તો ક્યાંય નથી. થોડા મહિના પહેલાં જીમેઇલ જેવા જીમેઇલની સિસ્ટમમાં પણ મોટું ગાબડું પડ્યું હતું અને અનેક લોકોનાં ઇનબોક્સ ખાલીખમ થઈ ગયાં હતાં. લોચો કંઈક એવો મોટો હતો કે ગૂગલના બેકઅપ માટેના તમામ ઓનલાઇન સર્વર્સ પરથી આ ડેટા ઊડી ગયો હતો અને છેવટના રસ્તા તરીકે ગૂગલે ઓફલાઇન ટેપ્સમાં આ ડેટા સાચવ્યો હોવાથી અંતે ત્યાંથી રીસ્ટોર કરવો પડ્યો હતો. જીમેઇલના કુલ વપરાશકારોમાં આવી તકલીફ સહન કરનારા લોકોનું પ્રમાણ ઘણું ઓછું હતું અને તેમનો ડેટા અંતે ખોવાયો તો નહીં જ, પણ પાઘડીનો વળ છેડે એટલો કે તમારો ડેટા સાચવવાની જવાબદારી અંતે તમારી છે.
કદાચ એટલે જ ગૂગલે છેલ્લા થોડા સમયથી ગૂગલ ટેકઆઉટ (www.google.com/takeout) નામે એક સર્વિસ ચાલુ કરી છે. તમે જે કોઈ પ્લસવન એડ કર્યા હોય તે, બઝમાં પોસ્ટિંગ કર્યું હોય તે, કોન્ટેક્ટ્સ અને સર્કલ્સ, પિકાસા વેબ આલ્બમ્સ, પ્રોફાઇલ અને સ્ટ્રીમ (જીપ્લસના અનુભવીઓને આ બધું નવું નહીં લાગે) વગેરે તમારું અપલોડ કરેલું બધું જ તમે ડાઉનલોડ કરી શકો છો. આ બધી સર્વિસમાંનો તમારો ડેટા એક જ ક્લિકથી અથવા અલગ અલગ સર્વિસ અનુસાર ડાઉનલોડ કરવાની સગવડ અહીં છે.
ગૂગલ ડોક્સમાંની તમારી ફાઇલ્સ તમે ડોક્સમાંથી જ ડાઉનલોડ કરી શકો છો અને જીમેઇલનો બેકઅપ તમે એમએસ આઉટલૂક કે થંડરબર્ડ જેવા પ્રોગ્રામની મદદથી ડાઉનલોડ કરી શકો છો (જોકે એ થોડું કડાકૂટવાળું કામ છે). બ્લોગસ્પોટનો બેકઅપ લેવો તો એકદમ સરળ છે.
આ બેકઅપ લેવો કેમ અગત્યનો છે? સવાલ ફક્ત ડેટાની સલામતીનો નથી, ડેટા પરના આપણા કંટ્રોલનો પણ છે.
વેબ 2.0ના જમાનામાં આપણામાંના અનેક લોકોનું જીવન ઇન્ટરનેટ પરની સેકન્ડ લાઇફ જેવું બની ગયું છે. મેઇલ, બ્લોગ, ફોટોશેરિંગ, સોશિયલ નેટવર્કિંગ, ચેટ… વગેરે વગેરે રીતે રોજેરોજ આપણે આપણા જીવનનાં અનેક પાસાં ઇન્ટરનેટ પર અપલોડ કરીએ છીએ. આમાંનું કેટલુંક પાસવર્ડ કે રીસ્ટ્રીક્ટેડ એક્સેસ દ્વારા આપણા અંકુશમાં રહે છે, પણ બીજું ઘણું બધું આપણા કાબુ બહાર પણ જતું રહે છે. વાત ભવિષ્યના એમ્પ્લોયરની હોય કે ઇન-લોઝની હોય, તેઓ આપણા વિશે ઘણું બધું ઇન્ટરનેટની મદદથી જાણી શકે છે. આપણે કશું જ ખોટું કર્યું ન હોય કે કશું છુપાવવા જેવું ન હોય તો પણ, આપણી વાત, આપણી વિગત, આપણો ડેટા અંતે આપણા જ કંટ્રોલમાં રહેવો જોઈએ, કારણ કે પિકાસા જેવી ફોટો સર્વિસમાંના તમારા ડેટાનો તમે બેકઅપ લો ત્યારે જ કદાચ તમારા ધ્યાનમાં આવે એવા ફોટોઝ તમે સૌના માટે ખુલ્લા મૂકી દીધા હોય અને પછી ભૂલી જ ગયા હો એવું બની શકે છે.
ફેસબુક અને ટ્વીટરને શરૂઆતમાં આ પ્રાઇવસી અને ડેટા કંટ્રોલના મુદ્દે જ મોટા વિવાદોમાં ફસાવું પડ્યું હતું. ગૂગલની બઝ સર્વિસ તો આ જ કારણે ક્યારેય વેગ પકડી જ ન શકી. કદાચ એટલે જ હવે ગૂગલ ડેટા કંટ્રોલના મુદ્દે સીરિયસ છે. ગૂગલમાં ડેટા લિબરેશન ફ્રન્ટ નામે એન્જિનીયર્સની એક અલગ ટીમ બનાવવામાં આવી છે જે તમે ગૂગલમાંના તમારા ડેટાને તમારા પોતાના કંટ્રોલમાં રાખવાના ઉપાયો શોધે છે.
ગૂગલ ટેકઆઉટ એ જ ટીમનું પહેલું મોટું કામ છે. ટેકઆઉટમાં ગૂગલની બીજી સર્વિસીઝ પણ ઉમેરાવાની છે.
ટેકઆઉટનો મોટો ફાયદો એ છે કે અહીંથી તમે જે કોઈ ડેટા ડાઉનલોડ કરો તે ઓપન ફોર્મેટમાં મળે છે. એટલે કે તમારા ડેટાને તમે તમને અનુકૂળ એવા ગૂગલ સિવાયના બીજા પ્રોગ્રામ્સમાં ઓપન કરી શકો છો કે બીજી ઓનલાઇન સર્વિસનમાં ફરી અપલોડ પણ કરી શકો છો.

Posted from WordPress via Galaxy Mega

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: