દુનિયા આખીના નામીઅનામી ફોટોગ્રાફર્સે લીધેલા અફલાતૂન સ્નેપ્સની મદદથી વિશ્વ આખું ખૂંદી વળવું હોય તો આ સાઇટ જેવી મજા બીજે ક્યાંય નહીં આવે!

દુનિયા  આખીના નામીઅનામી  ફોટોગ્રાફર્સે લીધેલા અફલાતૂન સ્નેપ્સની  મદદથી વિશ્વ આખું ખૂંદી વળવું હોય તો આ સાઇટ જેવી મજા બીજે ક્યાંય  નહીં આવે!
આપણી ગુજરાતી  ભાષામાં એક સરસ વાક્ય પ્રચલિત છે ‘નક્શામાં જોયું, તે જાણે ન કશામાં જોયું’. તમે નક્શા પર ભલે ગમે તેટલી દુનિયાની સફર કરો, પણ એનાથી કંઈ દુનિયા જોવાનો ખરો લ્હાવો મળે નહીં. આ વાત જૂના જમાનામાં સાચી હશે, જ્યારે આજનાં જેવાં સાધનો નહોતાં. હવે તો, નક્શાને જોરે તમે દુનિયાના ખૂણેખૂણાને મન ભરીને માણી શકો છો.માનવામાં ન  આવતું હોય તો પહોંચો (www.earthalbum.com) પર.
આપણે ગુજરાતીઓ વિશ્વવાસી ખરા, દુનિયામાં ખૂણેખાંચરે વસી જઈએ, પણ ખરા વિશ્વપ્રવાસી નહીં. વિશ્વપ્રવાસી તો યુરોપ, ઓસ્ટ્રેલિયા કે અમેરિકાના લોકો, જે ખભે મસમોટા થેલા ટાંગીને ચારછ મહિના માટે દુનિયામાં રીતસર ભમવા નીકળી પડે. આવા જ એક વિશ્વપ્રવાસીને થયું કે આવી રીતે ભમી ભમીને કેટલુંક ભમી શકાય? એના બદલે, કંઈક એવી ગોઠવણ કરી હોય તો કે ઘેરબેઠાં દુનિયા આખીના સેલસપાટા કરી શકાય? આ મથામણમાંથી જન્મ થયો અર્થ આલ્બમનો.
આ સાઇટનો સર્જક ખરેખર કોઈ અલગારી હશે કેમ કે તેણે સાઇટ પર પોતાના વિશે કોઈ વિગત મૂકી નથી (અથવા આ લખનારને મળી નથી!), પણ એ હશે કિમિયાગર કેમ કે તેણે બિલકુલ સિમ્પલ આઇડિયા દોડાવ્યો છે. તમે જાણો જ છો કે વિશ્વના પ્રોફેશનલ અને એમેચ્યોર એવા અનેક ફોટોગ્રાફર્સ પોતે લીધેલા ફોટોગ્રાફ્સ યાહૂની ફ્લિકર સર્વિસ પર શેર કરે છે. ફોટોગ્રાફ સાથે એ ક્યાંનો છે એવી થોડી પાયાની માહિતી પણ હોય. અર્થઆલ્મબના સર્જકે ભેજું દોડાવીને ફ્લિકર પર દુનિયાનો નક્શો (ગૂગલનો જ સ્તો!) મૂકી દીધો છે. ફ્લિકર, ગૂગલ મેપ અને ફ્લેશ – બસ આ ત્રણ પ્રોગ્રામનો સરસ સુમેળ કરીને આ ભેજાબાજે દુનિયાનું મસમોટું આલ્બમ બનાવી દીધું છે.
સાઇટ પર તમે જશો એટલે આખો સ્ક્રીન ભરી  દેતો વિશ્વનો નક્શો તમારી સમક્ષ આવશે. નક્શા પર ઇચ્છો ત્યાં ક્લિક કરો. અથવા, છેક ઉપર હોમ અને સાઇટ શેરિંગ તથા આઇફોન અને યુટ્યુબ એડિશન જેવી લિંક ઉપરાંત, ‘જમ્પ ટુ’ની લિંક છે ત્યાં કોઈ પણ જગ્યા, ધારો કે એફિલ ટાવર, લખો અને જુઓ કમાલ! ગૂગલ મેપ પર તમે પેરિસ પહોંચશો અને એ સાથે ઉપરની બાજુએ, અનેક ફોટોગ્રાફર્સે લીધેલા એફિલ ટાવરના અફલાતૂન સ્નેપ્સના થમ્બનેઇલ્સની લાઇન લાગશે. તમને ગમે તે ફોટો પર ક્લિક કરતાં એ એન્લાર્જ થશે, સાથે તેના વિશે ફોટોગ્રાફરે મૂકેલી નોટ વાંચી શકશો. વધુ રસ પડે તો વધુ એક ક્લિક સાથે એ ફોટો વિશે બીજા લોકોની કમેન્ટ્સ અને ફોટોગ્રાફરના બીજા ફોટોગ્રાફ્સ જોવા ફ્લિકર પર પહોંચી જાવ!
તમારી પાસે આઇફોન હોય તો આ સાઇટની આઇફોન એડિશન માણી શકો છો. કૂલઆઇરિસ એડિશન ફોટોગ્રાફ્સને જોવાની વળી વધુ એક મસ્ત રીત છે. સાઇટની યુટ્યૂબ એડિશન પર, નક્શા પર ક્લિક કરીને જે તે દેશના વિવિધ મ્યુઝિક વિડિયોઝ જોઈ શકાય છે.
જોકે સાઇટની ખરી મજા એના ફોટોઝમાં છે. આમ જુઓ તો તમે સીધા ફ્લિકરમાં જઈને વિવિધ સ્થળ કે દેશ  વિશે સર્ચ કરીને જે તે ફોટોકલેક્શન માણી જ શકો છો, પણ નક્શા પર ક્લિક કરીને જે તે સ્થળની સેટેલાઇટ ઇમેજીસ સાથે ક્લાસિક ફોટોઝ જોવાની મજા જુદી જ છે. સાઇટના સર્જકે પોતે લખ્યું છે એમ એને કેન્યા આફ્રિકામાં ક્યાં આવ્યું એની ખબર પણ નહોતી. હવે એ પોતાની સાઇટ પર કેન્યા ખૂંદી વળી શકે છે.
સાઇટનું વધુ એક જમાપાસું એ છે કે તેમાં ફ્લિકરના ટોપ રેટેડ ફોટોઝ દેખાતા હોવાથી જ્યારે પણ તમે સાઇટની વિઝિટ કરો ત્યારે મોટા ભાગે નવા ફોટોઝ જોવા મળશે.
જરા કલ્પના  કરી જુઓ, તમે ઘરમાં ટાબરિયાંઓ સાથે દુનિયાભરની સહેલગાહે નીકળી પડો તો કેવી મજા પડે? એ પણ વિચારી જુઓ કે શાળામાં શિક્ષકો આ સાઇટના સહારે બાળકોને હિમાલય, ગંગા કે આફ્રિકાનાં જંગલો કે દુનિયાની અજાયબીઓની સફર કરાવે તો અડધાપોણા કલાકના વર્ગમાં બાળકો કેટલું નવું જાણીમાણી શકે? એમની જિજ્ઞાસા કેટલી વિકસે એ વિચારો!

Posted from WordPress via Galaxy Mega

Advertisements

1 Comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s