મોબાઇલ નંબર પોર્ટેબિલિટી

નવી દિલ્હી,5 માર્ચ

સતત પરિવર્તન અને વિકાસ સાથે દેશ આગળ વધી રહ્યો છે.લોકો 21મી સદીમાં નવી શોધોને અપનાવીને સફળતાની હરણફાળ ભરી રહ્યાં છે.હાલમાં જ કાયમ માટે એક રાજ્‍યમાંથી બીજા રાજ્‍યમાં રહેવા જનારા લોકોને મે મહિનાથી પોતાના મોબાઇલ નંબર બદલવા નહીં પડે અને નવા સ્‍થળે એ જ નંબર સાથે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર પણ બદલી શકાશે.

ઉલ્લેખનીય છે કે હાલના નિયમ પ્રમાણે મોબાઇલધારક જે રાજ્‍યમાં રહેતો હોય એ રાજ્‍યમાં જ સર્વિસ પ્રોવાઇડર ચેન્‍જ કરીને પોતાના મોબાઇલ નંબર જાળવી શકે છે. આ સ્‍કીમ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી તરીકે જાણીતી છે. કમ્‍યુનિકેશન્‍સ ડિપાર્ટમેન્‍ટનાં સત્તાવાર સુત્રોનાં જણાવ્યા અનુસાર મે મહિના સુધીમાં ઇન્‍ટર સ્‍ટેટ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી ઉપલબ્‍ધ થઇ જશે.

વધુમાં ટેલિ કોમ્‍યુનિકેશન ડિપાર્ટમેન્‍ટ આ સ્‍કીમની આખરી વિગતો તૈયાર કરી રહ્યું છે. ઇન્ટર-સ્ટેટ મોબાઇલ નંબર પોર્ટેબિલીટીનાં લીધે જે લોકો પહેલેથી જ પોતાનો એક જ મોબાઇલ નંબર વર્ષોથી વાપરી રહ્યાં છે તેમને હવે બીજા રાજ્યમાં અલગ નંબર લેવાની અથવા તો પોતાનો જૂનો નંબર બદલવાની કડાકૂટથી મુકિત મળશે.

Posted from WP apps by Atul Lathiya via Galaxy phone

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s