The model village….!!!!!!

ગુજરાતના પાટનગર ગાંધીનગરથી 80 કિમી દુર
પુંસરી ગામ આવેલું છે. પ્રાથમિક
સુવિધાની વાત કરીએ તો આ ગામ
● ગુજરાતમાં પ્રથમ ગ્રામ પંચાયતનો એવોર્ડ મેળવી ચુક્યું છે.
● ગામના પ્રત્યેક ફળિયામાં લાઉડ સ્પિકર છે. ગામમાં કુલ મળીને 110 સ્પિકર લગાવાયેલાં છે. જેમાં નિયમિત રીતે ગ્રામપંચાયત દ્વારા વિવિધ યોજનાથી માંડીને પાણી સહિતની સુચનાઓ આપવામાં આવે છે.

● જ્યારે સવાર-સાંજ ભક્તિ ગીતો, ભજન વગાડવામાં આવે છે. અમદાવાદીઓને શહેરમાં જેટલી સુવિધા નહીં મળતી હોય
તેવી સુવિધા એક ગામડાના રહેવાસીઓને મળી રહી છે. આ કોઈ અન્ય રાજ્યની વાત નથી,

● પરંતુ ગુજરાતના એક એવાં ગામડાંની વાત છે જયાં આખું ગામ મિનરલ વોટર પીવે છે.

● ઘરમાં કચરો લેવા માટે ડોર ટુ ડોરની વ્યવસ્થા છે.
● નાનાઅમથા ગામડામાં પણ અવર-જવર કરવા માટે ગ્રામપંચાયતની બસ સેવા ચાલી રહી છે. જેમાં મહિલા અને
બાળકો માટે મફત મુસાફરીની વ્યવસ્થા છે. વળી,

● સમગ્ર ભારતમાંથી આ એક જ ગામ એવું છે કે જેને ભારત સરકાર દ્વારા બેસ્ટ મોડેલ ગામ તરીકેનું બિરૂદ મળી ચૂક્યું છે.
ગુજરાતના આ ગામની વિશેષતાઓ જાણીને
કદાચ અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં રહેતા લોકોને પણ
ઈર્ષા થઈ આવે.
● પુંસરી ગામમાં પાકાં સિમેન્ટના રોડ છે. તો રોડની આસપાસના ભાગે વૃક્ષોની હારમાળા ગામની શોભા ઓર વધારી રહી છે.
આ રસ્તા પરથી પસાર થવું એક
આહ્લલાદક અનુભવ કરાવે છે.

● આ જ યોજના જોઈને હવે ગુજરાત સરકારે દરેક ગ્રામ પંચાયતમાં લાઉડ સ્પિકર
માટેની યોજના દાખલ કરવા માટે રૂ.121 કરોડના ફંડની જોગવાઇ કરી છે.

● અહીં સમગ્ર ગ્રામ પંચાયત કચેરી કમ્પ્યુટરાઇઝ્ડ છે. યુવાઓ સમયની સાથે કદમ તાલ મિલાવી શકે તે માટે પુંસરી ગ્રામ પંચાયત દ્વારા માત્ર 10 રૂપિયાના રજીસ્ટ્રેશનથી મફત
ઈન્ટરનેટની સુવિધા આપે છે.
આખા ગામમાં વાઇફાઇ સુવિધા હોવાથી ગમે તે સ્થળેથી ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાય
તેવી વ્યવસ્થા છે.

અત્યારે 100થી વધુ યુવાનો ગ્રામ પંચાયતની આ ઈન્ટરનેટ
સુવિધાનો લાભ ઉઠાવી રહ્યા છે.

● યુવાઓને નોકરીની જાહેરાત, ફોર્મ, એડમિશન સહિતની અવનવી જાણકારી સરળતાથી મળી રહે તે માટે આ સુવિધા શરૂ કરવામાં આવી હતી. જે આજે સફળ જોવા મળી રહી છે.

● પ્રાથમિક શાળાની વાત કરીએ તો, ગામની મધ્યમાં આવેલી પ્રાથમિક શાળા ફુલ્લી એરકંડીશન છે. એટલું જ
નહીં શાળાના દરેક ઓરડામાં પણસીસીટીવી કેમેરા છે, જેથી વિદ્યાર્થીઓ જ નહી,પણ શિક્ષકોની એકટીવિટી પર પણ ધ્યાન રાખી શકાય.શાળામાં દરેક બાળકોને દફતરથી માંડીને પુસ્તકો પણ ગ્રામ પંચાયત
દ્વ્રારા આપવામાં આવે છે

● દરેક ઘરમાં રૂ.4માં 20 લીટર મિનરલ વોટરનો કેરબો પહોંચાડાય છે.

● જો ગામમાં કોઇનું મૃત્યુ થયુ હોય અને તે બળતણની વ્યવસ્થા પણ ગ્રામ પંચાયત
દ્વ્રારા કરાય છે.

● આ ઉપરાંત પંચાયતની અસ્થિ બેન્ક પણ છે. જયાં મૃતકોના અસ્થિ એકઠાં કરીને ગ્રામ પંચાચતના ખર્ચે હરિદ્વાર ખાતે
ગંગામાં પધરાવાય છે.

● ગામમાં અટલ એકસપ્રેસ નામની એક બસ સેવા શરૂ કરાઇ છે. ગામ લોકો ડેરીએ દૂધ આપવા માટે પણ આ જ બસ સેવાનો ઉપયોગ કરે છે. રોજ 100 ગ્રામજનો આ બસમાં અવર-જવર કરે છે.

● પાણી માટે ગ્રામ પંચાયતે એક
રીક્ષાની વ્યવસ્થા કરી છે. જેના દ્વારા ગામના દરેક ઘરની જરૂરિયાતના આધારે મિનરલ
વોટરના કેરબા મોકલવાની વ્યવસ્થા કરાઇ છે.

● કચરો એકત્ર કરવા માટે ગ્રામ
પંચાયતના ટ્રેકટરનો ઉપયોગ કરવાનાં આવે છ

Posted from WP apps by Atul Lathiya via Galaxy phone

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s