ખરા ગુજરાતીઓના અસ્સલ અને શંકાતીત લક્ષણો:

એકદમ સુપર્બ છે!

૦૧. દરેક રીક્ષાવાળા, ટેક્ષીવાળા કે કરીયાણાવાળાને ‘કાકા’ જ કહેવાય.

૦૨. ગુજરાતી ક્યારેય ઓફિસે ના જાય, ‘હોફીસે’ જાય.

૦૩. પૈસા માટેનો પહેલ્લો નિયમ – ક્યારેય તમારા પોતાના નહિ વાપરવાના!

૦૪. વોટ્સઅપની ગુજરાતી આવૃત્તિ ,- “સુ નવા જૂની છે?”

૦૫. સવારના ૭ વાગ્યા હોય કે અડધી રાત કેમ ના હોય, ‘ગાંઠિયા’ ક્યારેપણ ખવાય.

૦૬. સવારે વહેલા ઊઠવા માટે “એલારામ” મૂકે.

૦૭. કોઈપણ પાર્ટી “ગરબા” ફર્યા વગર પૂરી જ ના થાય.

૦૮. દરેક પ્રકારના નૂડલ્સને ‘મેગી’ જ કહે.

૦૯. કોઈપણ વ્યક્તિ વિશે પૂછવામાં આવે તો કહેશે “જેન્ટલમેન માણસ” છે.

૧૦. ગુજરાતીઓ એ જન્મથી જ ભાવતાલ કરવામાં PhD. કરેલું હોય છે.

૧૧. દુનિયાની કોઈપણ ભાષાને ‘ગુજરાતીમાં’ બોલી શકે છે!

૧૨. ગુજરાતીઓને “Feelings” નહિં “Fillings” હોય.

૧૩. કોઈને આવકારવા હોય કે વળાવવા હોય એક જ શબ્દ- જે શી ક્રશ્ન (જય શ્રી કૃષ્ણ).

૧૪. દરેક વાતની શરૂઆત ‘કેમ છો? મજામાં ને?’ થી થાય અને ‘કોઈ સારું
ઇન્વેસ્ટમેન્ટ હોય તો બતાવ જો ને!’ થી પૂરી થાય.

૧૫. કોઈપણ ઇન્ટરનેશનલ કોલમાં પૂરી તાકાત થી બૂમો પાડીને જ બોલવાનું અને એમ વિચારવાનું કે એજ રીતે વધારે સારું સાંભળી શકશે.

૧૬. સ્વીમીંગના બદલે ‘છબ-છબીયા’ બોલવાનું.

૧૭. ક્યારેય ઈલેક્ટ્રીસિટીના જાય – ‘લાઈટ જાય’!

૧૮. ગુજરાતી કોઈને ‘કૉલ’ ના કરે ‘કોલ’ કરે.

૧૯. ‘સેન્સેક્સ’ મા વિશેષ રસ ધરાવે.

૨૦. છાસ એમના માટે બીઅર બરાબર છે.

૨૧. દુનિયાના કોઈપણ ખૂણામાં હોય બધા સાથે એકદમ ભળી જાય.

૨૨. ગુજરાતી ફિલ્મ જોવા ‘હોલ’ મા જાય અને સાથે ‘સ્નેક્સ’ લેતા જાય.

૨૩. માઉન્ટ આબુ એટલે સ્વીત્ઝર્લેન્ડ.

૨૪. જો ગુજરાતી કોફી વિથ કરણ શરુ કરે તો એને નામ આપે “છાસ વિથ છગન”!

૨૫. ખરો ગુજરાતી પિતરાઈ ના લગ્નમાં ઈટાલિયન, થાઈ, મેક્સિકન, ચાઈનીઝ અને ઊંધિયું બધુંજ સાથે જમી શકે.

૨૬. ફોનબુકના ૫૦% થી વધારે કોન્ટેક્ટ ‘ભાઈ’ થી જ પુરા થાય.

૨૭. પંજાબી એટલે રોટલી વધારે ભાત ઓછો, દક્ષિણ ભારતીય એટલે રોટલી ઓછી ભાત વધારે. – ગુજરાતી એટલે “ખાવ ને યાર શું ફરક પડે છે?”.

૨૮. નરેન્દ્ર મોદી એટલે દરેક સમસ્યાનું નિરાકરણ – ફેશન, સ્ટાઈલ કે પછી દેશનો વિકાસ.

૨૯. વિલે પાર્લે હોય કે ન્યુ જર્સી ઘર જેવું જ લાગે – આપડું જ છે બોસ્સ…..

૩૦. ૧૦ રુ ની ફ્રી ગીફ્ટ માટે ૧૦૦૦ રુ ની વસ્તુ ખરીદે – ફ્રી મા મળે એટલે મજ્જા આવી જાય………

૩૧. બિઝનેસ ક્લાસ ફ્લાઈટ મા ઘેર થી લાવેલા થેપલા, છુંદો અને અથાણું ખાય.

૩૨.ગુજરાતી દુનિયાના કોઈપણ ગીત પર ગરબા કરી શકે.

૩૩. એમના માટે ફાલ્ગુની પાઠક એટલે બ્રિટની સ્પીઅર્સ.

૩૪. ચાટ, ભેળપુરી,સેવપુરી ખાધા પછી ‘એકસ્ટ્રા પૂરી’ અને ‘ડિસ્કાઉન્ટ’ તો લેવાનું જ.

૩૫. સૂપ નો ઓર્ડર ૧ બાય ૨ જ અપાય – વધારે મળે!

૩૬. વસ્તુ મોટી, ખાવાલાયક અને મફત હોય તો એકવાર ‘ચાખવી’ જ જોઈએ.

૩૭.ગુજરાતીઓ માટે મુંબઈ+ ગુજરાત+ લંડન+ અમેરિકા= આખી દુનિયા. બીજી કોઈ જગ્યાનું અસ્તિત્વ જ નથી.

૩૮. ગુજરાતીના ઘરમા બધાને જમવાનું આમંત્રણ હોય જ, અને એવી રીતે જમાડે કે જાણે તમે વરપક્ષ તરફથી આવ્યા હો.

૩૯. અચાનક જ તમને ધૂમ મચાલે રીંગટોન, મોટી બૂમ કે મોટા મોટા અવાજે વાતો કરતા લોકો સંભળાય તો તરત જ સમજી જજો કે તમે ગુજરાતીઓની વચ્ચે છો.

૪૦. હિન્દી હમકો ‘જરા બી નહિ ફાતા હૈ’.

૪૧. તમારી ઉમર ૧૫ વર્ષ હોય કે ૫૦ વર્ષ માતાપિતા તમને મારો ‘બાબો’ કે મારી ‘બેબી’ તરીકે જ ઓળખાવશે.

૪૨. ‘કેડબરી’ એ કોઈપણ ચોકલેટનું સર્વ માન્ય નામ છે.

૪૩. ગુજરાતીઓ સંવિધાનને બહુ ગંભીરતા થી અનુસરે છે, દરેક ને ‘ભાઈ’ કે ‘બહેન’ થી જ સંબોધે.

૪૪. તમે ‘નવરાત્રિ’ મા નથી જતા તો તમારું કોઈ અસ્તિત્વ જ નથી.

૪૫. બધા સામુહિક રીતે રિલાયન્સના માલિક હોય.

૪૬. દાંડિયા એ એમનો વ્યાયામ અને મનોરંજન બંને છે.

૪૭. એક દિવસની પિકનિક માટે ૫રાત્રી/૬દિવસના રોકાણની જેમ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર થાય.

૪૮. પાર્ટીમાં પસાર કરેલો સમય – ડાન્સિંગ ૧૦ મિનીટ, ગપ્પા મારવા ૧૦ મીનીટ, ડીનર ૧૦૦ મીનીટ.

૪૯. ગુજરાતી ૧૫ મીનીટ ‘વોક’ કરે તો થાકી જાય પણ ૫ કલાક નોનસ્ટોપ દાંડિયા રમે.

Posted from WP apps by Atul Lathiya via Galaxy phone

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s