અશ્વિન પટેલ નો બ્લોગ

અશ્વિન પટેલ નો બ્લોગ

https://imashvin.wordpress.com

એક પટેલ ના દીકરા તરીકે લખેલ પોસ્ટ

બહુ કેવા ની જરૂર નથી અત્યારે બધા ને ખબર પડી ગયી છે જે કાલરાતે થયું એ પછી સાલી શરમ આવે છે. જે વાત નો મને ડર હતો એજ થયું. સમજણો થયો ત્યાર થી આજ સુધી છાતી ઠોકી ને કહી સકતા કે હું પટેલ છુ. એક શાંત સહાસી ને ઉધમી જ્ઞાતિ તરીકે ઓળખાતા પટેલ ને ઈમેજ ની ઉપર એક કાળી લીટી આંકી નાખી.

એક ૨૨ વરસ નો છોકરો કિયે ને તમે હાલી નીકળો “અનામત “ માંગવા ?? નીકળો તો ભલે નીકળો માંગવાનો હક બધા ને છે આખી દુનિયા માંગે છે તમે પણ માંગો. પણ આવી રીતે માંગવાનું??વોટ્સઅપ પર પટેલ ના ગ્રુપ માં બહુ મોટી મોટી વાતો કરીએ છીએ કે અમે આટલા છીએ ને અમે આટલો ટેક્સ ભરીયે છીએ ને અમેરિકા માં અમારા ઇશારે અમુક રાજ્યો માં ગવર્નર ચુંટાઈ છે. બસ કરો ને હવે ,,,,, કાલે જે કર્યું પછી આપડી પાસે કાઈ બોલવાનો હક નથી રહીઓ.

આપડે સૌથી વધારે ટેક્સ ભરીયે છીએ ના દાવા કરીએ છીએ તો કાલે જે એસટી બસ , નગર પાલિકા ની કચેરી કે પોલીસ સ્ટેશન તોડયા એ અફઘાનિસ્તાન ના પૈસે બનીયા હતા ??? તોડતા પેલા વિચાર આવીઓ હતો કે આપડે જે વધારે ટેક્સ ભરીયે છીએ ના દાવા કરીએ છીએ એ જ પૈસા થી એ બન્યું છે. અડધી રાતે સળગા સળગી કરવી ને દેકારા કરવા શું આ પટેલ નું શક્તિ પ્રદર્શન છે ??

શક્તિ પ્રદર્શન કરવું હોઈ તો શાંતિ થી કરો ,,, પટેલો ને પટેલ સંસ્થો પાસે કેટલી કોલેજ ને કેટલા ધંધા છે ?? મને ખબર છે ત્યાં સુધી ઘણા છે તો એ સેલ્ફ ફાઈનાન્સ કોલેજો માં મેનેજમેન્ટ પાસે ઘણી સીટો હોઈ છે. પટેલ નું પેટ માં બળતું હોઈ તો એ મેનેજમેન્ટ કોવોટા ને એનઆરઆઈ ની જે સીટો છે એ પટેલ ના છોકરા ને મફત માં આપી દો. જો આપડે જાતે કરી શકીએ છીએ તો શા માટે માગવું?? તમારા પાસે પૈસા છે ને આપડી સમાજ ના કોઈ ગરીબ હોઈ ને તેનો હોશિયાર છોકરો હોઈ તો જોડે રહી ધંધો કરો તમારો ફાયદો ને આપડો એક પટેલ નો દીકરો સેટ થઇ જાય. પણ એમાં પેટ માં દુખે.

આ પટેલ અનામત આંદોલન નહિ પણ પટેલ ના મત મેળવવા નું આંદોલન જેવું લાગ્યું . હું એકલો બોલું ને આખું સ્ટેજ હું જ સંભાળું જેવી અરાજક માનસિકતા કાલે ચોખે ચોખી દેખાણી. આવડી મોટી પબ્લિક ભેગી કરી ને કાઈ નકી નહિ કે રેલી કાઢવી કે “રેલો “ .અંદરો અંદર વાહ વાહી લૂટવા માટે થોડી વાર માં પ્રેસ સામે કહી દેવું કે એ અમારું નહિ પેલા ભાઈ નું પોતાનું નિવેદન કે ઈચ્છા છે. સળગાવી નાખ્સું ને તોડી નાખ્સું ના જાહેર માં પડકાર એ એક “પટેલ નેતા” નહિ કેવતા બિહાર ,યુપી ના નેતા જેવી દેખાતું તું.

કાલે એક કલાક ના ભાષણ માં એ ભાઈ પટેલ અનામત માટે કેટલી વાર બોલીયા ?? રોકડું ૧૦ મિનીટએ નહિ . બાકી ના ટાઈમ માં મુખ્યમંત્રી ને પ્રધાન મંત્રી ને કોશવા ની જ વાત કરી. લોકો ને ઉશ્કેરવા નું જ કામ કર્યું .” બિહાર માં નીતીશ કુમાર અમારા છે “ ….ભાઈ મારે નથી જોતા એવા નેતા. એકલું જવાની નું જોસ લાંબુ ના હાલે ભેગા વડીલો ના અનુભવ ને કુનેહ જોઈ. કોઈ પટેલ સમાજ ના વડીલ ને ત્યાં બોલવા દીધા ?? ના ,,,,ત્યાં જ અંદરો અંદર ડખા હતા.

ઘણા ને એમ કેવું છે પોલીસે અત્યાચાર કર્યો ,,,,હા થયો હતો પણ આપડી ભૂલ દેખાણી ,,પણ એ પછી તમને કોણે હક આપી દીધો કાયદાને હાથમાં લેવાનો??? આપડે રેલી કરવા માટે મજુરી માંગી એ આપી . ગ્રાઉન્ડ નું ભાડું થી માંડી ને ટોલટેક્ષ ના લેવા સુધી ની સરકારે સહયોગ આપીઓ એ ને સરકાર ની મજબૂરી સમજી ?? રેલી ની મંજુરી લઇ ને આમનરાંત ઉપવાસ પર બેસી જાવ એ કાઈ વાત છે. ખુદ કલેકટર બીજા લોકો ને હેરાનગતિ ના થાય માટે આવેદનપત્ર લેવા ત્યાં આવે ને તમે એમ કહો કે હવે તો મુખ્યમંત્રી આવે એ કાઈ રીત છે ,,,, યુ-ટન જ મારવા ના ??

શાંતિ થી ધંધો કરો ને આવતા તહેવારો શાંતિ થી ઉજવીએ ,,,, આપડી આજુ બાજુ માં કે કુટુંબ કોઈ છોકરા આવું તોડફોડ કરવા નું વિચારતા હોઈ એ ને બેસાડી સજાવીએ. એક શાંત જ્ઞાતિ જે આપડી છાપ છે એ હાથે કરી ને ના બગાડીએ. આજયે “પટેલ “ ના દીકરા તરીકે પોલીસ સ્ટેશન થી લઇ ને પાર્લામેન્ટ સુધી જે માન મળે તેને ખોવા ના દઈએ. દેશ નું કે રાજ્ય નું કે આપડા શહેર ની મિલકત નું નુકસાન આપડે આપડા ખીસા માંથી જ આપવાનું છે કોઈ રાજકારણી કે કેવતા આપડા નેતા નહિ આપે.

ઘણા ને આ સાચું થોડું ખોટું લાગશે પણ ભલે લાગે એક ભારત ના નાગરિક ને પટેલ ના દીકરા તરીકે મને મંજુર છે …… “ જય હિન્દ “

મારી અપીલ…

અહિંસા ની વ્યાખ્યા આપનાર એ આપણું ગુજરાત છે…
મને નથી ખબર રાજકારણ ની પણ આજે રડતું આપણું ગુજરાત છે…
કોણ સાચું કોણ ખોટું એ પછી વિચારો પહેલા આ ભડકે બળતું આપણું ગુજરાત છે…
શાંતિ જાળવો કારણ આ કોઈ રાજકારણી નું નઈ પણ ફક્ત આપણું ગુજરાત છે…

Advertisements

1 Comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s