મુખ્ય મંત્રીશ્રીની અપીલ

મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે આગામી રક્ષાબંધન પર્વને સમાજમાં શાંતિ, સલામતી, સદભાવ અને સૌહાર્દની રક્ષાના પર્વ તરીકે મનાવવા અપીલ કરી છે.

શ્રીમતી આનંદીબહેને ગુજરાતના સૌ ભાઇઓ-બહેનો સમક્ષ પોતાની અંતરમનની લાગણીઓ હૃદયસ્પર્શી રીતે વ્યકત કરી છે.

મુખ્ય મંત્રીશ્રીએ અપીલ દ્વારા જે લાગણી વ્યકત કરી છે તે અક્ષરશઃ આ મુજબ છે.

ગુજરાતના મારા વ્હાલા નાગરિક ભાઇઓ-બહેનો,

“ભાઇ-બહેનના પવિત્ર પ્રેમને સૂતરના તાંતણે પ્રગટ કરતું પર્વ રક્ષાબંધન આગામી શનિવાર ર૯ ઓગસ્ટે આવી રહ્યું છે.

આ રક્ષાબંધન પર્વ બહેનો માટે પોતાના ભાઇની રક્ષા-પ્રગતિની કામના તેને રાખડીના માધયમથી રક્ષાકવચ બાંધીને કરવાનું સામાજિક મહત્તાનું પાવન પર્વ છે.

ભાઇઓ પણ પોતાને કાંડે બહેને બાંધેલી રાખડીની અહેમિયત સમજી સદાકાળ બહેનની સુરક્ષા કરવા પ્રતિબદ્ધ રહે છે.

સમાજના સૌ વર્ગો જાતિ-પાતિમાં આ રક્ષાબંધનનું પર્વ પ્રેમ-સદ્દભાવ અને રક્ષાની કામનાનો તહેવાર છે. એક બહેન તરીકે મારે માટે પણ રક્ષાબંધનના આ પર્વનું એટલું જ અદકેરૂં મહત્વ છે, જેટલું કોઇ લાગણીશીલ બહેન ભગીની માટે હોય.

જાહેર જીવનમાં આવ્યા પછી મેં દર વર્ષે આ પર્વ વિવિધ રીતે ઉજવ્યું છે મુખ્ય મંત્રીની જવાબદારી સંભાળ્યા પછી સમાજના વિવિધ વર્ગોના નાગરિક ભાઇ-બહેનોને પ્રતિવર્ષ મારા નિવાસસ્થાને આમંત્રીને રક્ષા કવચ પ્રદાન કરવાનો લાગણીશીલ અભિગમ પણ અપનાવ્યો છે.

ભાઇઓ-બહેનો, તાજેતરમાં રાજ્યમાં સર્જાયેલી સ્થિતી તથા સમાજજીવનની શાંતિ-સલામતીને પડેલી અસરોથી મારૂં હૃદય અત્યંત દ્રવી ઉઠયું છે.

નિદોર્ષ નાગરિક ભાઇ-બહેનો, જાહેર મિલકતને થયેલ નુકશાન તથા આ ઘટનાઓમાં જાન ગુમાવનારા કમનસીબ વ્યક્તિઓ પ્રત્યે ભારે દુઃખ સાથે મારી સંવેદના પ્રગટ કરૂં છું.  સમાજજીવનમાં રક્ષાબંધનનો આ તહેવાર શાંતિ-સદ્દભાવ, પ્રેમ અને ભાઇચારાની રક્ષા કરતું પર્વ બની રહે તેવી ભદ્રભાવના સાથે, સમાજ શાંતિ-સલામતી પૂર્વવત રહે એવી મારી અંતઃકરણપૂર્વકની લાગણી છે.

રાજ્યના પ્રત્યેક ભાઇના ચહેરા પર સદાય મુસ્કાન રહે, ખુશહાલી રહે તેવો સૌના સાથ- સૌના વિકાસનો ધ્યેયમંત્ર આ સરકારે રાખીને સામાજીક સમરસતા થકી સમૃદ્ધ ગુજરાત- દિવ્ય ગુજરાતનો અભિગમ રાખ્યો છે.

રક્ષાબંધન જેવો ભાઇ-બહેનના પવિત્ર પ્રેમનો આ તહેવાર સમાજજીવનની શાંતિ, સૌહાર્દ, સદ્દભાવને પૂરક બની રહે તેવી સંવેદના સાથે આ વર્ષે રક્ષાબંધનના પર્વને સામાજિક રક્ષા-રાજ્યની શાંતિ-સલામતીના કવચના પર્વ તરીકે ઉજવવા સૌ નાગરિક ભાઇ-બહેનોને મારો વડીલ બહેન તરીકે માતૃભાવે હૃદયપૂર્વક અનુરોધ છે. “

– આનંદીબહેન પટેલ

મુખ્ય મંત્રી, ગુજરાત રાજ્ય

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s