ગુજરાતી પ્રાર્થના

ગુજરાતી પ્રાર્થના યા કુન્દે ન્દુ તુ સાર હાર ધવલા  ઓમ તત સત શ્રી નારાયણ તું  વૈષ્ણવજન તો તેને રે કહીએ  … More

જોઈએ છે

મને એ ખબર છે કશું જોઈએ છે પરન્તું ન સમજાતું શું જોઈએ છે ?! તને આખી દુનિયાય ઓછી પડે છે, … More

Pan lilu joyu ne

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા
જાને મોસમ નો પેહલઓ વરસાદ જ્હિલ્યો રામ
એક તરણુ કોળ્યું ને તમે યાદ આવ્યા

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યા
જાને શ્રાવણ ના આભ માં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યા

જરા ગાગર જ્હાલકી ને તમે યાદ આવ્યા
જાને કાંઠા તોડે છે કોઈ મેહ્રામાન રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યા

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યા
જાને કાનુડા નાં મુખ માં ભ્રહ્માદ દીઠું રામ
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યા

કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યા
જાને પગરવ ની દુનિયા માં શોર થયો રામ
એક પગલું ઉપાડ્યું ને તમે યાદ આવ્યા