વતન કે રખવાલે

સુરતઃ સરથાણા વિસ્તારમાં ઉરીના શહીદો માટે ગુરુવારે એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દેશપ્રેમીઓ જોડાયા હતા. ગાયક કિર્તીદાન ગઢવી પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ ડાયરામાં 2 કરોડ રૂપિયા એકઠા થયા હતા.

એકઠાં થયેલા રૂપિયા ઉરી શહીદોના પરિવારને અપાશે

સુરતના સરથાણા જકાતનાકા પાસે ગુરુવારે ઉરી શહીદોના પરિવાર માટે ‘વતન કે રખવાલે’ ડાયરાનું બિઝનેસમેન મહેશ સવાણી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયક કિર્તીદાન ગઢવી હાજર રહ્યા હતા. આ ડાયરામાં અંદાજે 2 કરોડ રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. ડાયરામાંથી એકઠાં થયેલા રૂપિયા ઉરી શહીદોના પરિવારજનોને આપવામાં આવશે તેવા હેતુથી આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરાની શરૂઆત થતાની સાથે જ રૂપિયાનો વરસાદ થવા લાગ્યો હતો. ગાયક કિર્તીદાનની ચારેતરફ રૂપિયા જ રૂપિયા થઈ ગયા હતા. નાના બાળકોથી લઈને મહિલાઓ રૂપિયાનો વરસાદ કરી રહી હતી. જેથી ડાયરો પુરો થતાં 2 કરોડ જેટલા રૂપિયા એકઠાં થઈ ગયા હતા.

1 લાખથી વધુની જનમેદની હાજર રહી

મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, કિર્તીદાન ગઢવીના લોક ડાયરામાં લગભગ 1 લાખથી વધુની જનમેદની હાજર રહી હતી. અનેક ઉદ્યોગપતિઓ, ડાયમંડના વેપારીઓ, બિલ્ડરો, રાજકીય અગ્રણીઓ અને સરકારી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ઉરીમાં શહીદ થયેલા જવાનો માટે એકત્રિત ફંડ કાર્યક્રમમાં માત્ર સુરતમાંથી જ નહીં પણ અમદાવાદ, ભાવનગર, રાજકોટ સહિતના અનેક શહેરોમાંથી દાતાઓએ ટેલીફોનિક દાનની રકમની જાહેરાત કરી હતી. સાડા ત્રણ કલાક ચાલેલા આ લોક ડાયરાના કાર્યક્રમ દરમિયાન ગાયક કિર્તીદાન ગઢવીના ગીતો પર ઉપસ્થિત તમામ રૂપિયાના વરસાદને જોઇ ભાવુક થઇ ગયા હતા.

Sairam Dave.

Must watch and share with your friends and family.
Good effort by artist to live for Gujarati and Gujarati Asmita.

Kathiyawad Airlines |Sairam Dave |

Gujarati Comedy,Gujarati Jokes,
Title :Kathiyawad Airlines
Singer :Sairam Dave
Artist :Sairam Dave
Director:Sanjay Patel
Producer:Sanjay Patel
Music Label:Shri Ram Audio And Telefilms
Online