હું તો કાગળિયા લખી લખી..

ગુજરાતી કોયલની ઉપમા જેમને મળી છે એવા પદ્મશ્રી અને જેસલ તોરલનાં ભજન 'પાપ તારૂં પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે..., તેમજ મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે', અને 'હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તામા મનમાં નથી' જેવાં અઢળક લોકગીતો, ભજનોથી ઘર-ઘરમાં જાણીતાં બનેલા લોકગાયિકા દિવાળીબેન ભીલ હવે આપણે વચ્ચે રહ્યા નથી. તેમનું આજે દુ:ખદ અવસાન થયું છે

Haiya Ni Hera Pheri

"સંબંધોનો ક્યારેય કુદરતી રીતે અંત આવતો નથી, પણ માણસના અહમ્ દ્વારા તેમની હત્યા થાય છે'" આ નાટક આ ઉક્તિને સાર્થક કરે છે. ગેરસમજ અને ઘમંડનો અજગર બે ભાઈઓના હૃદયમાં એક-બીજા માટે રહેલા પ્રેમને ગળી જાય છે. સંબંધ એટલી હદ સુધી વણસે છે કે બે ભાઈઓ એક બીજાનો ચહેરો પણ જોવા નથી માગતા. બંનેની સુશીલ અને સમજદાર પત્નીઓ વધતી જતી ખાઈને પુરવા અને સ્નેહનો સેતુ બાંધવાના નિરર્થક પ્રયાસો કરે છે. ફક્ત કોઈ ચમત્કાર જ આ હઠીલા ભાઈઓની શાન ઠેકાણે લાવી શકે. આ નાટક અનેક લોકોના પારિવારિક જીવનનું પ્રતિબિંબ છે.

Create a website or blog at WordPress.com

Up ↑