Pappa Avaj Hoy Chhe – Superhit Gujarati Emotional Family Natak

પપ્પા આવા જ હોય છે એક પિતા માટે તેના સંતાનની ખુશીથી વિશેષ કશું જ નથી હોતું. એક પ્રમાણિક સરકારી કર્મચારી રાજેશ (ધર્મેશ વ્યાસ)ને તેના પુત્રની અભિલાષાની જાણ થાય છે... એક એવું દિવાસ્વપન જેને સાકાર કરવું મધ્યમ વર્ગીય માણસના ગજાની બહારની વાત છે. વાત ને ઉડાડી દેવા તે પુત્ર સમક્ષ એક મોટો પડકાર ફેંકે છે અને પુત્ર આ પડકાર સ્વીકારી લે છે. હવે જો પુત્ર સફળ થાય તો તેનું સપનું પૂરું કરવું પિતા માટે એક પડકાર બની જશે. ૩૦૦થી પણ વધારે શો પૂર્ણ કરનાર આ નાટકમાં પિતા-પુત્ર વચ્ચેના ભાવનાત્મક સંબંધોના તાણાવાણાને ખૂબ જ અસરકારક રીતે વણી લેવામાં આવ્યા છે.

વર મારો લગ્ને લગ્ને કુંવારો

છેલબટાઉ મનોજકુમારના અનેક સ્ત્રીઓ સાથે સંબંધ છે. તેમને પોતાની પત્નીની લાગણીઓની જરા પણ દરકાર નથી. ભાગ્યવિધાતા મનોજને પાઠ ભણાવવાનું નક્કી કરે છે. કેવી રીતે? જાણવા માટે જુઓ આ પારિવારિક રમૂજી નાટક જે દરેક પુરુષને એક નૈતિક સંદેશ આપે છે. કોમેડી ક્વીન પ્રતિમા ટી.ની રમુજો તમને પેટ પકડાવીને હસાવશે.

Kul Deepak – Superhit Gujarati Family Natak

સુમિત્રાદેવી એક સરોગેટ માતા શોધી રહી છે જે તેમના સ્વર્ગવાસી પુત્રના સાચવી રાખેલા શુક્રાણુઓ વડે ગર્ભ ધારણ કરી તેમના કુળદિપકને જન્મ આપી શકે. એક અજાણી મહિલા પ્રિયંકા પોતાના પતિના ઈલાજ માટે સુમિત્રાદેવી(સેજલ શાહ) પાસે નાણાકીય મદદ માગે છે. સુમિત્રાદેવી મદદ કરવા બદલ કોખ ભાડે આપવાની શરત મૂકે છે. બીજો કોઈ વિકલ્પ ના હોવાથી પ્રિયંકા ગર્ભાશય ભાડે આપવાનો કરાર કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન, તેના પતિનું અવસાન થાય છે. સમય જતા, તે સુમિત્રાદેવીના પૌત્રને જન્મ આપે છે. પરંતુ સુમિત્રાદેવીને નવજાત બાળકનો કબ્જો આપવાનો ઇન્કાર કરે છે અને છેડાય છે બંને વચ્ચે કદી ન ખતમ થનારી કાયદાકીય લડત. આગળ શું થાય છે જાણવા માટે જુઓ આ રસપ્રદ નાટક.

Create a website or blog at WordPress.com

Up ↑